અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનો પાંચમો પદવીદાન સમારોહ આજે યોજાયો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તબીબી અભ્યાસક્રમના ૮૪ વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું કે ભવિષ્યમાં ભારત, વિશ્વભરમાં આરોગ્ય વિકાસની દ્રષ્ટિથી ક્રાંતિ લાવવાનું કાર્ય કરશે. તેમણે પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના ઉદબોધનમાં માહિતી આપતા જણાવ્યું કે ટૂંક જ સમયમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે રોબોટિક સર્જરી પણ શરૂ કરવામાં આવશે.આ વિશ્વવિદ્યાલયના ઉપ કુલપતિ ડૉ.પ્રાંજલ મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે વર્ષ-૨૦૨૪માં ૪૪૩ કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે અમદાવાદની આ કિડની ઇન્સ્ટિટ્યુટ સરકારી સંસ્થાઓમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહી છે.
Site Admin | જાન્યુઆરી 3, 2025 7:50 પી એમ(PM) | કિડની ઇન્સ્ટીટ્યુટ