અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતાં આગામી દિવસોમાં ઠંડીની જમાવટ થવાની શક્યતા છે. ગઈ કાલે કેટલાંક શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયામાં 14.1 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 15.9, પોરબંદરમાં 15.8 અને રાજકોટમાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 19, સુરતમાં 21 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
જો કે અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન રાજકોટમાં હતું, જ્યારે ભુજ, વેરાવળ, સુરેન્દ્રનગર અને કંડલામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયલ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન હવામાન સુકું રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
Site Admin | નવેમ્બર 21, 2024 11:49 એ એમ (AM)