ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 6, 2024 3:42 પી એમ(PM) | સ્થાપના દિવસ

printer

અમદાવાદ સહિત રાજ્યભરમાંમ આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ સહિત રાજ્યભરમાંમ આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જુદા-જુદા નેજા હેઠળ કાર્યો દ્વારા સરકાર, લશ્કર, પોલીસ તથા રાજ્યના નાગરીકોને મદદરૂપ થવાના મુળ ઉદેશ સાથે આ હોમગાર્ડઝની સ્થાપના છ્ઠી ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે કરાઈ હતી.
આ દળમાં અત્યારે ૩૯ હજાર ૪૦૯ હોમગાર્ડઝ, ૧૦ હજાર ૩૭૧ સિવિલ
ડીફેન્સ વોલન્ટીયર્સ અને ૪૪ હજાર ૪૯૩ ગ્રામ્ય રક્ષકદળ (જેમાં ૩ હજાર ૪૮૫ સાગર રક્ષક દળ)ના જવાનો તૈનાત છે.આ દળમાં રાજ્યની મહિલાઓ પણ જોશભેર જોડાય છે. રાજ્યમાં ૭ હજાર ૩૮૬ મહિલા ગ્રામ્ય રક્ષક અને ૨હજાર ૩૬ મહિલા હોમગાર્ડઝ તૈનાત છે.
આમ,એક લાખ લોકોનો સમુહ ધરાવતું આ વિશાળ પરીવાર કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આફત, કાયદો-વ્યવસ્થા પાલન અને બંદોબસ્ત જેવી તમામ પરિસ્થિતિમાં ફસ્ટ રીસ્પોન્સ ટીમ તરીકે હોમગાર્ડઝ દળ જવાનો પોલીસ દળના ખભેથી ખભો મિલાવી કામગીરી કરતાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ