અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 470થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. જેની સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો છે. કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસે 21 હજાર 223 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી 1685 લોકોને મેમો આપવામાં આવ્યા હતા. તેમજ એક જ રાતમાં 12 લાખ 82 હજાર 200 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો અને 1700થી વધુ વાહનો ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.
Site Admin | નવેમ્બર 27, 2024 8:54 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate | ગુજરાત