અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. અમદાવાદના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવા, વિવિધ વ્યવસાયો અને કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે યોજાતા આ ફેસ્ટિવલમાં ઓક્ટોબરની આવક વાર્ષિક 20.5 ટકાથી વધીને અંદાજે 69 હજાર કરોડથી વધુ નોંધાઇ છે.ખરીદીની સાથે ઉજવણી સહિતના આ ફેસ્ટિવલના પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેમાં 60થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12 ઓક્ટોબરે ઉદ્ધાટન કારાયેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ, 14 જાન્યુઆરી 2025સુધી ચાલશે. કુલ 95 દિવસ સુધી ચાલનારા ફેસ્ટિવલને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. જેનો પ્રથમ તબક્કો 12 ઑક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાયો હતો. બીજો તબક્કો 11 નવેમ્બરથી શરૂ થયો છે જે 13 ડિસેમ્બર સુધી ચાલશે. અને ત્રીજો તબક્કો 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે. આ ફેસ્ટિવલ 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 14 હોટસ્પોટ્સ ખાતે યોજાઈ રહ્યો છે. સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, સાયન્સ સિટી, વસ્ત્રાપુર,પ્રહલાદ નગર રોડ, અમદાવાદ વન અને પેલેડિયમ મોલ જેવા શોપિંગ મોલ્સ સહિત 14 હોટસ્પોટ્સ ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:23 પી એમ(PM)
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે
