ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 10, 2024 3:17 પી એમ(PM) | શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫

printer

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો લોગો, ટીઝર અને વેબસાઇટ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોન્ચ થઈ છે

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો લોગો, ટીઝર અને વેબસાઇટ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોન્ચ થઈ છે… મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૨ તારીખે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે. જે ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે.
આ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્મએ જણાવ્યું કે, આ ફેસ્ટિવલ ૪ મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ સહિત ૧૪ નિયત હોટસ્પોટ્સ ખાતે યોજાશે.
આ ફેસ્ટિવલમાં ફૂડ ઝોન, શોપિંગ અને આર્ટિઝન ઝોન, મ્યુઝિક અને કલ્ચરલ એક્ટિવિટી ઝોન, સ્પોર્ટ્સ ઝોન અને એન્ટરટેનમેન્ટ ઝોન પણ જોવા મળશે.લાઇટ ટનલ, સેલ્ફી પોઇન્ટ્સ અને થીમ આધારિત લાઇટ ડેકોરેશન જેવાં વિશેષ સ્થાપનો પ્રદર્શિત કરવામાં આવશે.તો મુલાકાતીઓની સગવડ માટે એએમટીએસ ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસોને ઇવેન્ટ માટે દોડાવવામાં આવશે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ