અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો છે. આ અંગે શહેર પોલિસનાં જાહેરનામાને બહાલ રાખતા ગુજરાત વડી અદાલતનાં ચુકાદાને પડકારતી લક્ઝરી બસ સંચાલકોની અપીલને ગઇ કાલે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે લક્ઝરી બસોનાં સંચાલકોને વૈકલ્પિક માર્ગ સહિતની કોઈ પણ રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે લક્ઝરી બસો દ્વારા સર્જાતા અકસ્માત, શહેરનાં માર્ગો પર બસ પાર્કિંગથી રોકાતી જગ્યા અને તેને કારણે અન્ય વાહનોને નડતી સમસ્યા જેવાં પરિબળોને ધ્યાનમાં લઈને લક્ઝરી બસ સંચાલકોની અપીલ ફગાવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 11:20 એ એમ (AM) | અમદાવાદ