ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 12, 2024 7:23 પી એમ(PM)

printer

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા લીધેલાં પગલાંથી માર્ગ અકસ્માતની સંખ્યામાં અને મૃત્યુનાં પ્રમાણમાં ઘટાડો થયો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા લીધેલાં પગલાંથી માર્ગ અકસ્માતની સંખ્યામાં અને મૃત્યુનાં પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લાં ૧૦ મહિનામાં પોલીસને ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.

શહેર પોલીસે અમદાવાદ શહેરમાં બનતા જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવોનું મેપીંગ કરીને આ અકસ્માત ઝોનમાં રોડ એન્જીનિયરીંગમાં સુધારા સહિતના સૂચનો આપ્યા હતા અને વહિવટી તંત્રની મદદથી અમલીકરણ કરાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૨૩માં ૧ હજાર ૨૦૩ માર્ગ અકસ્માતો અને ૪૧૯ મૃત્યુ થયા હતા. માર્ગ અકસ્માતોનાં પૃથક્કરણ બાદની કામગીરીને પરિણામે વર્ષ-૨૦૨૪માં અકસ્માતો ઘટીને ૧ હજાર ૯૭ અને માનવ મૃત્યુ ઘટીને ૩૨૯ થયા છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં ૧૦૬ માર્ગ અકસ્માતો અને ૯૦ માનવ જિંદગી બચાવવામાં સફળતા મળી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કામગીરીથી મળેલી સફળતાની પ્રશંસા કરીને અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ