અમદાવાદ શહેરમાં જીવલેણ અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. શ્રી સંઘવીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં જાહેર કરેલા આંકડા મુજબ, એક જાન્યુઆરી 2023થી 30 નવેમ્બર 2023 સુધીમાં અમદાવાદમાં 465 જીવલેણ અકસ્માત સર્જાયા હતા, જેમાં 484 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે આ વર્ષે આ જ સમયગાળામાં શહેરમાં 25 ટકા ઘટાડો થતાં 348 અકસ્માત સર્જાયા હતા, જેમા 363 લોકોના મોત નીપજ્યા છે
Site Admin | ડિસેમ્બર 18, 2024 3:14 પી એમ(PM)
અમદાવાદ શહેરમાં જીવલેણ અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું
