અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવા નાગરિકોને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિ થેલી દીઠ રૂપિયા 35થી 37ના ભાવે 33 લાખ જેટલી કાપડની થેલીઓ ખરીદવા માટે 11 કરોડથી વધુનો ખર્ચ થશે. લોકોને ઝડપથી આ થેલીઓ મળી રહે તેના માટે ચાર જેટલી વિવિધ એજન્સીઓને થેલીઓ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શહેરમાં અંદાજિત 16 લાખ જેટલા મકાનો આવેલા છે જેથી દરેક ઘર દીઠ બે મળી 32 લાખ અને 1 લાખ વધુ એમ કુલ 33 લાખ જેટલી કાપડની થેલીઓ મેળવવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 7:49 પી એમ(PM)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવા નાગરિકોને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે
