ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 21, 2024 7:19 પી એમ(PM)

printer

અમદાવાદ- મહેસાણા- પાલનપુર રોડના હાઈસ્પીડ કોરીડોરના વિકાસ માટે રાજ્ય સરકારે ૨૬૩ કરોડ રૂપિયા ફાળવ્યા

અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે.. આ કોરિડોરના વિકાસ માટે રાજ્ય સરકારે ૨૬૩ કરોડ રૂપિયા ફ્લાય ઓવર અને વ્હેક્યુલર અન્ડરપાસ માટે ફાળવ્યા છે.. આ ઉપરાંત રાધનપૂર ચોકડી પર નવો ૬-માર્ગીય ફ્લાય ઓવર બ્રિજ અને નાગલપૂર ચોકડી તથા ઉનાવા ખાતે નવા ૬ માર્ગીય વ્હેક્યુલર અન્ડરપાસનું નિર્માણ કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે…
રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે ૩ હજાર ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટેની કામગીરી થશે. જેમાં વટામણ- પીપળી, સુરત- સચિન-નવસારી, અમદાવાદ- ડાકોર, ભૂજ-ભચાઉ, રાજકોટ- ભાવનગર અને મહેસાણા-પાલનપૂર સહિત ૬ હાઈસ્પીડ કોરીડોરનો સમાવેશ થાય છે..
આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેની વધુ સરળ, સલામત અને ઝડપી રોડ કનેક્ટીવીટી મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ