અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આજથી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે.. આજથી 30 જાન્યુઆરી સુધી બાર વર્ષના બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. સોમવાર સિવાય સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી પ્રવેશ અપાશે.
આ પખવાડિયા દરમિયાન પ્રાણીઓ અંગેની બાળકોને વિશેષ જાણકારી આપતા કાર્યક્મો યોજાશે, તેમજ ક્વિઝ, પોસ્ટર્સ સ્પર્ધા તેમજ વિવિધ શૈક્ષણિક રમતોના આયોજન દ્વારા બાળકોને પ્રાણીઓ અને પશુ અંગેની જાગૃતિ કેળવવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 8:26 એ એમ (AM) | પ્રાણી કલ્યાણ પખવાડિયા
અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આજથી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી
