ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 7:15 પી એમ(PM)

printer

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તહેવારોની સિઝનમાં ખાણીપીણીનો વેપાર કરતાં એકમ ઉપર તપાસની ઝુંબેશ ચલાવવામાં આવી હતી

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તહેવારોની સિઝનમાં ખાણીપીણીનો વેપાર કરતાં એકમ ઉપર તપાસની ઝુંબેશ ચલાવવામાં આવી હતી.. 20થી 26 ઓક્ટોબર દરમિયાન સપ્તાહ દરમિયાન કરાયેલી તપાસ અંતર્ગત શંકાસ્પદ મિછાઇ, ફરસાણ, દૂધની બનાવટો સહિત 93 જેટલા નમૂના એકત્રિત કરીને તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા.. તહેવારોની સિઝનમાં એક સપ્તાહની ઝુંબેશ દરમિયાન 522 એકમોની તપાસ કરીને 205ને નોટિસ ફટકારવામાં આવી હતી જ્યારે 538 કિલો ગ્રામ બિન આરોગ્યપ્રદ ખોરાક અને 334 કિલોગ્રામ પીણાનો નાસ કરાયો હતો..
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા એક લાખ 40 હજાર કરતાં વધુનો વહિવટી ચાર્જ વસૂલ કરાયો હતો જ્યારે 680 ને નોટીસ ઇસ્યુ કરીને છ લાખ 40 હજાર જેટલો ચાર્જ વસૂલ કરાયો હતો.
આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા ફૂડ ચેકિંગની કામગીરી દરમિયાન તપાસ કર્મીઓને અત્યાધુનિક બોડી વોર્ન કેમેરા પણ અપાયા છે. જે હાલમાં પ્રાયોગિક ધોરણે તેનો અમલ થઇ રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ