અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે માટે ટુંક સમયમાં “અમદાવાદ કેમ” એપ્લિકેશન લોન્ચ કરાશે.જેમાં જાગૃત નાગરિકો આ એપની મદદથી, જો કોઇ વ્યક્તિ રોડ પર કચરો ફેંકે કે પાન- મસાલાની પીચકારી મારશે તો તેનો ફોટો પાડીને અપલોડ કરશે, જે તે વ્યક્તિના વાહન નંબરની મદદથી મહાનગરપાલિકા તેમના ઘરે નોટિસ મોકલીને દંડ વસુલશે. તેમજ ફોટો અપલોડ કરનારને ગિફ્ટ વાઉચર ભેટમાં આપશે. આ અંગે મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ વધુ માહિતી આપી.
ઉલ્લેખનીય છે કે, આ એપ્લીકેશનમાં ટ્રાફિક, પાર્કિંગ, રોંગ સાઇડમાં આવતા વાહન, ગંદકી, અને રોડ પરના કચરા સહિતના મુદ્દાઓને આવરી લેવાયા છે. એટલે હવે લોકો જ્યાંથી ફોટો લેશે તેમાં Geo Tagging થી ઓટોમેટિક જ લોકેશન આવી જશે.
Site Admin | માર્ચ 16, 2025 7:14 પી એમ(PM) | અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
