અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા પરિસરમાં અટલ- સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન આજથી પુનઃ શરૂ થઈ છે. મે મહિનામાં રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલી આગ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારની નવી નીતિ મુજબ તમામ મંજૂરી મેળવ્યા બાદ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ શરૂ થાય તે પહેલાં આજથી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકોએ ટ્રેનની સફરનો આનંદ માણ્યો હતો.
બે કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા કાંકરિયા પરિસરનો આંટો મારતી આ ટ્રેનમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે 30 રૂપિયા અને 12 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે 12 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 3:22 પી એમ(PM)
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા પરિસરમાં અટલ- સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન આજથી પુનઃ શરૂ થઈ
