અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરતા એકમો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજ મેન્ટ શાખા દ્વારા એકસો અગિયાર એકમો સામે તપાસ કરીને 91 એકમોને નોટિસ ફટકારીને 82 હજારથી વધુનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્વારા ગત એક અઠવાડિયા દરમિયાન 447 એકમોની તપાસ કરીને 133 એકમોને નોટિસ ફટકારી હતી તેમજ બે લાખ 95 હજાર કરતા વધુ દંડ વસૂલ કરાયો હતો.. આ અઠવાડિયા દરમિયાન ખાદ્ય પદાર્થોના 98 નમૂનાના પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
Site Admin | જુલાઇ 14, 2024 7:57 પી એમ(PM)