અમદાવાદ મહાનગરપાલિકાના ફૂટ વિભાગે 500 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વસ્ત્રાલ, નિકોલ, ગોતા અને જીવરાજ પાર્ક વિસ્તારમાંથી પકડાયેલો આ જથ્થો મહેસાણા અને રાજસ્થાનથી મંગાવાયો હતો. પનીર એનાલોગ તરીકે ઓળખાતું આ નકલી પનીર દુકાનો અને હોટલમાં વેચાતું હોવાનું સામે આવ્યું હતું.
ફુડ વિભાગની ટીમે નિકોલ નજીક સતનામ ડેરી પ્રોડક્ટ દુકાનમાંથી 144 કિલો, વસ્ત્રાલની શક્તિ ધારા સોસાયટીમાં ગોડાઉનમાંથી 119 કિલો, ગોતામાં શ્રીક્રિષ્ના ડેરીમાંથી 199 કિલો અને એક આઈસ્ક્રીમ દુકાનમાંથી 35 કિલો, તેમજ જીવરાજ પાર્ક નજીક વિજય ડેરીમાંથી 11 કિલો નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
Site Admin | માર્ચ 26, 2025 5:59 પી એમ(PM) | નકલી પનીર
અમદાવાદ મહાનગરપાલિકાના ફૂટ વિભાગે 500 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો
