અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાથી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતાં જ દરવાજા આપમેળે બંધ થઈ જશે.
અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે, ચોમાસા દરમિયાન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાથી અંડરપાસ બંધ કરવા પડે છે. તેના ઉકેલ સ્વરૂપે મહાનગરપાલિકા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 19 અંડરપાસમાં CCTV કેમેરા, ઑટોમેટિક લેવલ સેન્સર અને બૂમ બેરિયર લગાવશે. તેમ જ તેનું ઑનલાઇન મોનિટરિંગ પણ કરાશે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 3:18 પી એમ(PM)
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો
