અમદાવાદ મંડળના કલોલ-કડી-કટોસણ વચ્ચે ગેજ કન્વર્ઝનના કામને કારણે ટ્રેન વ્યવહાર પર અસર થઇ છે. કન્વર્ઝનના કામ માટેના બ્લોકને કારણે, કેટલીક ટ્રેનો રદ, આંશિક રીતે રદ અને ડાયવર્ટ કરવામાં આવી છે.જેમાં આજે સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ, સાબરમતી-મહેસાણા-આબુ રોડ ડેમુ, ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમુ, વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમુ, સાબરમતી-પાટણ ડેમુ સહિતની 7 ટ્રેનો રદ કરાઇ છે. જ્યારે જોધપુર સાબરમતી એક્સપ્રેસ સહિતની 4 ટ્રેન આંશિક રીતે રદ કરાઇ છે. આ ઉપરાંત યોગનગરી ઋષિકેશ – અમદાવાદ યોગા એક્સપ્રેસ સહિતની આઠ ટ્રેનના માર્ગ પરિવર્તિત કરાયા છે.
Site Admin | નવેમ્બર 28, 2024 11:12 એ એમ (AM)