અમદાવાદ-ભુજ બાદ આગામી સમયમાં અમદાવાદ-વડોદરા વચ્ચે પણ ‘નમો ભારત રેપિડ રેલ’ શરૂ થવાની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા-સુરતને પણ રેપિડ રેલથી જોડવા વિચારણા ચાલી રહી છે. 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની અંદાજિત ઝડપે દોડનારી આ ટ્રેનથી અમદાવાદ-વડોદરાનું અંતર 70 મિનિટમાં જ કાપી લેવાશે.
અમદાવાદ-ભુજ વચ્ચે રોજની એક રેપિડ રેલ છે, જ્યારે અમદાવાદ-વડોદરા વચ્ચે બેથી ત્રણ રેપિડ રેલના 2-3 ફેરા ચલાવવામાં આવે તેવી સંભાવના છે.
આ રેપિડ રેલથી અમદાવાદ-વડોદરા વચ્ચે અપડાઉન કરનારા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓને ફાયદો થશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 3:11 પી એમ(PM) | નમો ભારત રેપિડ રેલ