અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે રદ્દ રહેશે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રેનના સુગમ સંચાલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ થી ઉપડનાર અમદાવાદ – બરૌની એક્સપ્રેસ રદ્દ રહેશે અને ૨૧ મીએ બરૌની થી ઉપડનાર બરૌની – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. વધુમાં ટ્રેનના સમય, સ્ટોપેજ સંરચના અંગે માહિતી માટે WWW.INQUIRY.INDIANRAIL.GOV.IN વેબસાઇટની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 6:17 પી એમ(PM) | પ્રયાગરાજ
અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે રદ્દ રહેશે
