ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 28, 2024 6:58 પી એમ(PM)

printer

અમદાવાદ પોલીસે આજે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

અમદાવાદ પોલીસે આજે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માઇક અને લાઉડ સ્પીકર સિસ્ટમ, સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જોકે રાત્રીના 12 વાગ્યા બાદ માઇક કે લાઉડસ્પીકર વગાડવાની
મંજૂરી નથી તેમ જણાવ્યું છે.દરમિયાન રાજ્યમાં હવે નવરાત્રી લઈને કચ્છના માતાનામઢ ખાતે આશાપુરા માતાના મંદિરે કાયદો અને વ્યનવસ્થાક જળવાઈ રહે અને કોઇ અનિચ્છંનીય બનાવ ન બને તે માટે મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્પેદ વસ્તુછઓ,શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવામાં આવી છે.આ જાહેરનામાનો ભંગ કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧)મુજબ દંડની સજા થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ