અમદાવાદ ડિવિઝનના 5 રેલવે અધિકારીઓ અને આઠ રેલવે કર્મચારીઓને વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલા પશ્ચિમ રેલવેના 69મા રેલવે સપ્તાહની ઉજવણી પ્રસંગે વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર સમારોહમાં પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશેષ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા, જેમાં અમદાવાદ ડિવિઝનના 5 અધિકારીઓ અને 8 કર્મચારીઓને વર્ષ 2024માં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કાર્યક્ષમતા પુરસ્કાર અને મેરિટ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
Site Admin | જાન્યુઆરી 17, 2025 3:20 પી એમ(PM) | રેલવે