વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની શાળાઓમાં ‘ગુજરાતની વિકાસગાથા’ વિષય પર આધારિત ક્વિઝ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ કાર્યક્રમમાં જિલ્લાની ૩૪૮ શાળાઓમાં ૫ હજાર ૨૨૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળાના બાળકોને ગુજરાતની વિકાસગાથા પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ, જિલ્લાની શાળાઓમાં ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા કાર્યક્રમમાં ૫૬૩ શાળાઓમાં અંદાજિત ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આયુર્વેદ અધિકારીનાં માર્ગદર્શનમાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત આજે તમામ ૩૬ દવાખાનાઓના વિસ્તારમાં ૩૬ આયુષ નિદાન-સારવાર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયુષ કેમ્પોમાં આયુર્વેદ – હોમિયોપેથી પધ્ધતિથી નિદાન-સારવાર ઉપરાંત યોગ પરિચય – નિદર્શન – આયુષના સિંધ્ધાતોની સમજ માર્ગદર્શન તજજ્ઞ તબીબી ટીમ દ્વારા આપવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 11, 2024 7:56 એ એમ (AM) | અમદાવાદ