ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 20, 2024 7:42 પી એમ(PM)

printer

અમદાવાદ ખાતે શોર્ટ ફેસ્ટ એવોર્ડ એનાયત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર ફિલ્મોદ્યોગને સહાયરૂપ થવા હંમેશાં તત્પર

રાજ્ય સરકાર ફિલ્મોદ્યોગને સહાયરૂપ થવા હંમેશાં તત્પર હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.. ગુજરાતી ફિલ્મોને સહાયરૂપ થવા માટે રાજ્યની ફિલ્મ પ્રોત્સાહક નીતિ શ્રેષ્ઠ હોવાનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો..સપ્તરંગ સોસાયટી દ્વારા અમદાવાદ ખાતે આયોજીત શોર્ટ ફેસ્ટ એવૉર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યાં હતાં..
ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ કરવા ઉપર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો..
ગુજરાત પ્રવાસન વિભાગ, વિશ્વ સંવાદ કેન્દ્ર, ભારતીય ચિત્ર સાધનાના સંયુક્ત ઉપક્રમે શોર્ટ ફિલ્મ બનાવનારા સર્જકોને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે બે દિવસીય સપ્તરંગ શોર્ટફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો પર કુલ ૨૭૭ જેટલી શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રી નોંધાઈ હતી. જેમાંથી ૩૭ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું તેમજ બે માસ્ટર ક્લાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ