અમદાવાદ ખાતે ચાલુ માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 23 જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા કાર્યક્રમમાં જમીન દબાણ, જમીન સર્વે, પ્લોટ ફાળવણી વગેરે જેવા 16 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ તાપી તેમજ ગીરસોમનાથમાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં લોકોના પ્રશ્નોનું સ્થળ પર હકારાત્મક નિવારણ કરવામાં આવ્યું.
Site Admin | ડિસેમ્બર 26, 2024 8:12 પી એમ(PM) | અમદાવાદ