અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અંગદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકાયો હતો. ‘અંગદાન થકી જીવનદાન’એજ સર્વશ્રેષ્ઠ દાન છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.. જ્યારે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનો મત સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ભૂષણ ગવઈએ વ્યક્ત કર્યો હતો.. સમાજમાં અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા રોકવા માટે સામાજિક જાગૃતિની આવશ્યકતા હોવાનું ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું. આ પ્રસંગે રીનલ પેથોલોજી એકસપ્રેસ નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું તેમજ અંગ દાતા અને અંગ મેળવનારની યોગ્ય મેચ મેળવી આપતું ISOT સ્વેપ સોફ્ટવેર પણ આ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અંગે નોંધપાત્ર કામગીરી કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate | ગુજરાત | ભૂપેન્દ્ર પટેલ | મુખ્યમંત્રી | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ