અમદાવાદ ખાતે આજથી 23 ફેબ્રુઆરી સુધી દેશના H.I.V. તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન એસિકૉન 2025 યોજાશે. H.I.V. નિષ્ણાતોના સૌથી મોટા તબીબી વ્યવસાયિક સંગઠન એઈડ્સ સોસાયટી ઑફ ઇન્ડિયા- A.S.I. દ્વારા પહેલી વાર રાજ્યમાં આ સંમેલનનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
ત્રણ દિવસના સંમેલનમાં અનેક વિષય પર H.I.V. સંબંધિત તબીબી વ્યાખ્યાન અને સત્ર યોજાશે, જેમાં એશિયા પેસિફિક ક્ષેત્ર અને ભારતના તાજેતરના H.I.V. સંબંધિત આંકડાઓ, ટેસ્ટિંગ ખાસ કરીને H.I.V. સ્વ-પરીક્ષણ, એન્ટિરેટ્રૉવાયરલ દવાઓ પર લેટેસ્ટ રિસર્ચ પેપર સામેલ હશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:04 એ એમ (AM)
અમદાવાદ ખાતે આજથી 23 ફેબ્રુઆરી સુધી દેશના H.I.V. તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન એસિકૉન 2025 યોજાશે
