અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે તેની પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવતર પહેલ થકી મુસાફરો UPI, ડિજિટલ વોલેટ્સ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ અથવા ફાસ્ટેગ-આધારિત ઓટોમેટિક ડિડક્શન દ્વારા પાર્કિંગ ચાર્જ સરળતાથી ચૂકવવી શકાશે.
નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા’ પહેલ સાથે સુસંગત છે. મુસાફરો હવે UPI, ડેબિટ- ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઇલ વોલેટ્સ જેવા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ચુકવણી કરી શકે છે.
Site Admin | માર્ચ 6, 2025 2:40 પી એમ(PM)
અમદાવાદ એરપોર્ટ ખાતે પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરાઈ
