અમદાવાદમાં પ્રવર્તન નિદેશાલયે (ED) સામાન્ય રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં એક હજાર ૬૪૬ કરોડ રૂપિયાના ગુનાહિત નાણાં જપ્ત કર્યા છે.
આ કાર્યવાહીમાં EDએ તેર લાખ પચાસ હજાર કરતા વધુ રોકડ રૂપિયા અને એક લક્ઝુરિયસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર, 2016 થી જાન્યુઆરી 2018 ના સમયગાળા દરમિયાન, આરોપીઓએ બિટકનેક્ટ ના કથિત લેન્ડિંગ પ્રોગ્રામમાં રોકાણના રૂપમાં સિક્યોરિટીઝની છેતરપિંડી અને બિન-નોંધાયેલ ઓફર અને વેચાણ કર્યું હતું, વિશ્વભરના રોકાણકારો તરફથી, જેમાં ભારતમાં સ્થિત રોકાણકારોનો પણ સમાવેશ થાય છે.
આ ગેરકાયદે વ્યવહારો શોધી ન શકાય તે માટે ડાર્ક વેબ દ્વારા મોટી સંખ્યામાં વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ અગાઉ, ઉપરોક્ત કેસમાં, પ્રવર્તન નિદેશાલય(ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ૪૮૯ કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી હતી. આ કેસની તપાસ હાલમાં થઇ રહી છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:57 એ એમ (AM) | ED
અમદાવાદમાં EDએ રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં એક હજાર ૬૪૬ કરોડ રૂપિયા અને કાર તેમજ ડિજીટલ ઉપકરણો જપ્ત કર્યા.
