અમદાવાદમાં 25મી જાન્યુઆરીએ 2 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી વિક્રમ સર્જ્યો છે. ગત 25 અને 26 જાન્યુઆરી દરમિયાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેયોજાયેલ કોન્સર્ટમાં કુલ 4 લાખ 5 હજાર 264 મુસાફરીનો રેકોર્ડ બ્રેકિંગ આંકડો નોંધાયો હતો. નોંધનીય છે કે, કોન્સર્ટમાટે મેટ્રો ટ્રેનો દર 8 મિનિટે ચલાવવામાં આવતી હતી, તેમજ રાત્રિના 12;30 સુધીનો સમય પણ વધારાયો હતો.દરરોજની નિયમિત 313 મેટ્રો ટ્રેનની ટ્રીપો ઉપરાંત 25મી જાન્યુઆરીએદિવસ દરમિયાન 93 ,જ્યારે 26મી જાન્યુઆરીએ 114 વધારાની ટ્રીપોદોડાવવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 27, 2025 6:38 પી એમ(PM)
અમદાવાદમાં 25મી જાન્યુઆરીએ 2 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી વિક્રમ સર્જ્યો
