અમદાવાદમાં 20 અને 21 ડિસેમ્બરના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી ખાતે “ટેક એક્સ્પો ગુજરાત 2024” યોજાશે. આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ સહભાગીઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેનું ઉદઘાટન કરશે. આ પ્રદર્શન ઉદ્યોગોમાં સહયોગ, નવીનતા અને ડિજિટલ પરિવર્તનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના IT ક્ષેત્રના વિકાસને નવી ગતિ પ્રદાન કરવા માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે.
ટેક એક્સ્પોનો હેતુ ગુજરાતમાં IT ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જેથી આગામી ત્રણ વર્ષમાં રાજ્યનું IT ક્ષેત્ર તેનો હિસ્સો બમણો કરી શકે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 6:14 પી એમ(PM) | અમદાવાદ