ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 8:14 એ એમ (AM) | અમદાવાદ

printer

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો.

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો. વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં માનક કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ મેળાનું આયોજન કરાયું હતું..
ભારતીય માનક બ્યુરોનાં ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો..
સાયન્સ સિટીમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ૨૪ સ્કૂલના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનાં અગ્ર સચિવ મોના ખંધારે કહ્યું હતું કે, ભારતીય માનક વિશે વિદ્યાર્થીઓમાં સમજ કેળવવી જરૂરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ