અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો. વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં માનક કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ મેળાનું આયોજન કરાયું હતું..
ભારતીય માનક બ્યુરોનાં ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો..
સાયન્સ સિટીમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ૨૪ સ્કૂલના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનાં અગ્ર સચિવ મોના ખંધારે કહ્યું હતું કે, ભારતીય માનક વિશે વિદ્યાર્થીઓમાં સમજ કેળવવી જરૂરી છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:41 પી એમ(PM)