અમદાવાદમાં યોજાયેલી ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બોલતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે કરેલા ચોતરફ થયેલા વિકાસે દેશ અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદમાં ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નેશન ફર્સ્ટ” ના ભાવથી વિકાસના ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉદાહરણ ભારતે દેશ અને દુનિયાને પુરું પાડ્યું છે તેમણે જણાવ્યું કે, દેશમાં પાછલા દશકમાં જે પ્રોત્સાહક પગલાં લેવાયા તેના પરિણામે ભારત આત્મનિર્ભરતાથી વિકાસ તરફ દોડી રહ્યું છે..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસને વર્ણવતા કહ્યું હતું કે રાજ્યમાં રોડ-રસ્તાનું નેટવર્ક છેવાડાના ગામો સુધી વિકસ્યુ છે જેને કારણે નાગરિકોને પરિવહનની સેવાનો મહત્તમ લાભ મળી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી દિવસમાં નવા સેમીકંડકટર પ્લાન્ટ શરૂ થવાના છે આ ઉપરાંત કચ્છમાં સૌથી મોટો સોલાર એન્ડ વિન્ડ હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણાધીન છે અને ગુજરાત રીન્યુએબલ એનર્જી હબ છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ વિવિધ રાજ્યોમાંથી આવેલા FICCIના પદાધિકારીઓ સમક્ષ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીને FICCI તરફથી ગ્રીન સર્ટીફીકેટ અર્પણ કર્યું હતું.
Site Admin | નવેમ્બર 8, 2024 6:50 પી એમ(PM) | મુખ્યમંત્રી