ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 10:09 એ એમ (AM)

printer

અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી

અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદના કારણે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદના અમરાઈવાડીમાં આવેલ ભાઈપુરા વૉર્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એક્સપ્રેસ હાઇવે સામે આવેલી કર્ણાવતી હરિ દર્શન બંગ્લોઝના રોડ પર પાણી ભરાતાં સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..અમદાવાદના એસજી હાઇવે, મકરબા, ગોતા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા. વેજલપુરમાં બકેરી સીટી પાસે પણ પાણી ભરાયા છે. ભારે વરસાદથી વિસ્તારમાં રોડ પર પાણી જ પાણી ભરાયું છે. વાહનચાલકો, રાહદારીઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ