અમદાવાદમાં મેટ્રૉ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો હવે ઑનલાઈન ટિકિટ બૂક કરાવી શકશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગુજરાત મેટ્રૉ રૅલ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ મેટ્રૉ ઑફિશિયલ નામની ઑનલાઈન મૉબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં મુસાફરી માટેની માહિતીથી લઈ ટિકિટ બૂકિંગ સહિતની સુવિધા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે અમદાવાદ શહેરમાં થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને વાસણા APMCથી મૉટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર એક સુધી મેટ્રૉ ટ્રેન સેવા ચાલી રહી છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 3:07 પી એમ(PM)
અમદાવાદમાં મેટ્રૉ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો હવે ઑનલાઈન ટિકિટ બૂક કરાવી શકશે
