અમદાવાદમાં નિર્ભયા સુરક્ષિત શહેર પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં 205 ઇમરજન્સી કૉલ બૉક્સ મૂકવામાં આવ્યા છે. છેડતી અને મુશ્કેલીના સમયમાં મહિલાઓ આ ઇમરજન્સી બૉક્સનું બટન દબાવતા ગણતરીની મિનિટોમાં પોલીસ મદદ માટે પહોંચી જશે. હાલમાં સિંધુભવન રોડ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કુલ 167 બૉક્સ કાર્યરત કરાયા છે. જ્યારે વધુ કેટલાક આગામી ટૂંક સમયમાં કાર્યરત કરાશે. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર તેમને પ્રતિદિન મદદ માટેના સરેરાશ 30 કૉલ આવી રહ્યા છે..
Site Admin | ઓક્ટોબર 5, 2024 3:44 પી એમ(PM)