અમદાવાદમાં નરોડા-બાપુનગરની કર્મચારી રાજ્ય વીમા નિગમ-ESIC હોસ્પિટલ ખાતે ટૂંક સમયમાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે નરોડા-બાપુનગર ESIC હોસ્પિટલ ખાતે વધારાનો સ્ટાફ નિમવા અને વ્યવસ્થાઓ ઊભી કરવા મંજૂરી આપી છે.હવે નેશનલ મેડિકલ કમિશનની મંજૂરી મળતા 100 બેઠક સાથેની મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. 420 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં શૈક્ષણિક વર્ષ 2025-26થી મેડિકલ કોલેજ શરૂ કરવા રાજ્ય સરકારે જરૂરી પ્રમાણપત્ર પણ આપ્યું છે. હાલ ગુજરાતમાં 40 મેડિકલ કોલેજમાં એમબીબીએસની 7 હજારથી વધુ બેઠકો છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 8:30 એ એમ (AM)
અમદાવાદમાં નરોડા-બાપુનગરની કર્મચારી રાજ્ય વીમા નિગમ-ESIC હોસ્પિટલ ખાતે ટૂંક સમયમાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે
