કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે તિરંગા યાત્રા દેશભક્તિ અને વર્ષ 2024 સુધી દેશના વિકાસના પ્રતિક સમાન છે. અમદાવાદના વિરાટનગર ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સફળતાના શિખર સર કરી રહ્યો છે. તેમણે નાગરિકોને, ખાસ કરીને યુવાનોને વર્ષ 2047 સુધી ભારતના વિકાસ માટેના લક્ષ્યાંક સંદર્ભે સક્રીય રીતે યોગદાન આપવા અપીલ કરી હતી.આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
Site Admin | ઓગસ્ટ 13, 2024 7:38 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી