ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો આરંભ કરવાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘શેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે “વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ”નો પ્રારંભ કરાવ્યો.
આજે યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે. અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2024નો શુભારંભ કરાવતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં સાયબર ક્રાઇમ અંગેના ગુજરાત પોલીસના તેરા તુઝકો અર્પણ પોર્ટલને પણ લોંચ કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘ગત વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરાયા બાદ આ પ્રથમ નવરાત્રિ છે. ગુજરાત પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને સાર્થક કરી રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રીએ નવરાત્રિ દરમિયાન માતાજીના ચાચર ચોકમાં ગંદકી ન ફેલાય અને તેની પવિત્રતા જળવાઈ રહે તેવી અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણવા વિદેશી રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ