રાજ્યની વડી અદાલતે અમદાવાદ શહેરમાં જાહેર ખબર માટે ગોઠવવામાં આવેલા બધા જ
હોર્ડિંગોની તપાસ કરવા, નાગરિકોના જીવને જોખમમાં મૂકે તેવી શક્યતા વાળા હોર્ડિંગોને તત્કાળ
દૂર કરવા અને આ અંગેનો અહેવાલ ત્રણ સપ્તાહમાં આપવા અમદાવાદ મહાનગરપાલિકાને
આદેશ આપ્યો છે… આ કેસની વધુ સુનાવણી આગામી બીજી ઓગસ્ટે હાથ ધરાશે.
અદાલતે અવલોકન કર્યું હતું કે, મુંબઈની હોર્ડિંગ તૂટી પડવાની તાજેતરની ઘટનાથી અમે
ચિંતિત છીએ. આથી, સામાન્ય નાગરિકને જોખમી હોય તેવા હોર્ડિંગો તત્કાળ દૂર થવા જોઇએ..
આજે હાથ ધરાયેલી સુનાવણીમાં અમદાવાદ મહાનગર પાલિકાએ અદાલતમાં રજૂઆત
કરી હતી કે, શહેરમાં રહેલા હોર્ડીંગની સ્ટેબિલિટીથી લઇ સ્ટ્રક્ચરની તપાસ અમારા દ્વારા
કરવામાં આવી છે જે ગેરકાયદે હોર્ડીગ હતા તેને કાઢવામાં આવ્યા અને જે બાકી છે તેને પણ
હટાવવામાં આવશે..
Site Admin | જુલાઇ 12, 2024 7:42 પી એમ(PM)
અમદાવાદમાં જાહેર ખબરનાં જોખમી હોર્ડિંગ દૂર કરવા મહાનગરપાલિકાને વડી અદાલતનો આદેશ
