અમદાવાદમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કાયદો અને વ્યવ્થાની સ્થિતિ કાબૂમાં હોવાની માહિતી અમદાવાદ શહેર પોલીસ કમિશનરી કચેરી દ્વારા જણાવાયું હતું.. ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 73ગુના નોંધાયા હતા જેમાં ગત વર્ષની સરખામણીમાં 24.74 ટકાનો ઘટાડો થયો છે.જ્યારે હત્યાની કોશિશના ગુનામાં અત્યાર સુધીમાં 19ટકાનો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત ચોરીના કેસમાં 8 ટકા કરતા વધુ, ઠગાઇના કેસમાં નવ ટકા કરતાં વધુનોઘટાડો નોંધાયો છે. પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર જમીન માફિયાઅને અસામાજીક તત્વો સામે ગુજસીટોકના બે કેસ નોંધાયા છે.
Site Admin | નવેમ્બર 18, 2024 7:01 પી એમ(PM)