અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે. આ બે દિવસ દરમિયાન જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અંદાજે 100 પક્ષીવિદ્, તજજ્ઞ-સ્વયંસેવકો 46 ઝૉન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, પરિસ્થિતિ વિષયક ક્ષેત્ર સહિત 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી કરાશે. આ કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વનવિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંહે જાહેર જનતાને અપીલ કરી છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 8:33 એ એમ (AM)
અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે
