અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ના ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી છે, ગુજરાત STEM ક્વિઝ 3.0 માં વિદ્યાર્થીઓ માટે કુલ 2 કરોડ રૂપિયાનું ઈનામ છે. ગ્રાન્ડ ફિનાલે યુવાનોને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે STEM પ્રત્યેની ઋચીને વધારશે.
રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરશે. દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોના ૧૦ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં નોંધણી કરાવી હતી.
Site Admin | જાન્યુઆરી 31, 2025 8:17 એ એમ (AM) | સાયન્સ સિટી
અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટીમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
