અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ પવનની ગતિ વધુ અનુભવાતા અમદાવાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. જે વધીને 25 કિલોમિટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી હતી. આજે વહેલી સવારથી જ ઠંડા પવનનું ફૂંકાતા અમદાવાદ શહેરમાં તડકાની સાથે શહેરીજનોને ઠંડી લાગી રહી છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:36 પી એમ(PM)