ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 4, 2024 12:20 પી એમ(PM)

printer

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીએ પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહેવા જણાવ્યું.
અમદાવાદમાં 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો-વ્યવસ્થા અને રથયાત્રા દરમિયાન સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શ્રી મલિકે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા I.G. કક્ષાથી લઈ પોલીસકર્મીઓ સુધી કુલ 18 હજાર 700થી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે રહી ફરજ નિભાવશે.
શ્રી મલિકે જણાવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથ, ટ્રક, અખાડા અને ભજનમંડળીઓ, મહંતશ્રીઓ સુરક્ષા માટે રથયાત્રા સાથે બંદોબસ્તમાં 4 હજાર 500 પોલીસકર્મી જોડાશે. જ્યારે ટ્રાફિકના સંચાલન માટે 1 હજાર 931 જવાન તહેનાત રહેશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સામાજિક માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરાતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો લોકોને સત્ય હકીકતથી વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું.
પોલીસ કમિશનરે જણાવ્યું કે, 47 જેટલા સ્થળ પરથી 96 કેમેરા, 20 ડ્રૉન, 1 હજાર 733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ