અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા પહેલી ઑક્ટોબરે સવારે 11 વાગ્યે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન – I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે. કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, આ મેળામાં 20 જેટલી કંપનીઓ યુવાનોની પસંદગી કરશે.
વિવિધ કંપનીઓ, એપ્રેન્ટિસશીપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યૂટીવ, એકાઉન્ટન્ટ, એડમિન સહિતની જેવી વિવિધ જગ્યાઓ માટે ધોરણ 10, 12 પાસ, સ્નાતક, I.T.I., ડિપ્લોમા ડિગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેશે. ઈચ્છુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધુ નકલ સાથે કચેરીએ હાજર રહેવું પડશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:52 પી એમ(PM) | રોજગારની કચેરી