અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કથિત ગેરરીતિ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં તાકીદની બેઠક કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં હોસ્પિટલની તપાસ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુકાવી ગાંધીનગરમાં બેઠક કરી હતી..
બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા તેમણે કહ્યું હતું કે પરિવારજનોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એન્જોગ્રાફી કરવામાં આવી છે. તે માટે તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પગલા ભરવામાં આવશે.
આ અંગે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના ડાયરેકટર ઉપેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવશે. હાલમાં કાયદા વિભાગના અભિપ્રાય મેળવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
Site Admin | નવેમ્બર 13, 2024 4:41 પી એમ(PM)