અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ મામલે અમદાવાદ ગુનાશાખાએ હૉસ્પિટલના નિદેશક કાર્તિક પટેલની મોડીરાત્રે ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કાર્તિક પટેલ ઘણા સમયથી એક દેશથી બીજા દેશમાં આવતા-જતા હતા. તેમની સામે લુક-આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આખરે તેમની અમદાવાદ હવાઈમથક પરથી ધરપકડ કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:52 પી એમ(PM)